ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી

કોરોનાવાયરસના લક્ષણો

Fights Against Corona Virus

 • તાવ
 • શરદી – ઉધરસ
 • માથાનો દુખાવો
 • ગળા નો દુખાવો
 • શ્વાસ લેવામાં તકલીફ
 • શરીર માં ધ્રુજારી

શું કરવું :

Fights Agains Coron Virus

 • ઓછામાં ઓછા 20 સેકંડ સુધી તમારા હાથને સાબુ અને પાણીથી ધોઈ લો, ખાસ કરીને તમે જાહેર સ્થળે થી આવો ત્યારે.
 • હાથ મિલાવા ને બદલે, નમસ્તે દ્વારા અભિવાદન કરવું.
 • તમારી અને અન્ય લોકો વચ્ચે ઓછા માં ઓછું એક મીટર નું અંતર રાખો.
 • જ્યારે તમે ખાંસી કે છીંક આવે ત્યારે મોં ને ઢાંકો. 
 • વપરાયેલા ટીશ્યુને કચરાપેટી માં ફેંકી દો.
 • વ્યક્તિગત સ્વચ્છતા જાળવો.
 • તબિયત ખરાબ લાગે તો ડૉક્ટર ને બતાવો.

શું ના કરવું :

Fights Againts Corona Virus

 • અસ્વચ્છ હાથે આંખ, નાક અને ચેહરાનો સ્પર્શ કરવો નહિ.
 • બીમાર લોકો સાથે નો સંપર્ક ટાળો.
 • જાહેર જગ્યાએ થુંકવું નહીં.
 • ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો.
 • પશુઓ નો સંપર્ક ટાળો, અને માસ નું સેવન ન કરો.
 • રેસ્ટોરાંમાં જમવાનું ટાળો. 
 • કામ વગર બહાર ના જાવ.